તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાં મંદિરમાં ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદતાલુકાના ચાચરાવાડી વાસણા ગામે આવેલ માતાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા અને સીસીટીવી કેમેરો હોવા છતાં તસ્કરોએ રોકડ રૂપિયા લઇને ફરાર થઇ જતા અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત આપતા મંદિરના ટ્રસ્ટી હસુ કાકાએ જણાવ્યું હતું કે ચાચરાવાડી માતાના મંદિરમાં મોડીરાત્રિના તસ્કરોએ મંદિરના તાળા તોડી પ્રવેશ કરી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. મંદિરના પુજારી સુઇ રહ્યા હતા ત્યારે સીસીટીવી કેમેરો દીવાલ તરફ કરી દીધા હતા જેથી તેઓ કેમેરામાં દેખાય શકયા નથી. જે અંગે પોલીસને જાણ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરવાજાના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તસવીર- જિજ્ઞેશ સોમાણી

ચોરી કરતા પહેલાં સીસીટીવી કેમરા દિવાલ તરફ કર્યા

જિલ્લાનાં મંદિરોમાં ચોરીઓ વધતા લોકોમાં નારાજગી

અન્ય સમાચારો પણ છે...