તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં દલિત સમાજની આક્રોશ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદમાંગુરુવારે સવારે 11 કલાકે ઉના ઘટનાના વિરોધમાં 3000 જેટલાં લોકોની વિશાળ રેલી યોજાઇ હતી. દલિત આગેવાનોએ સાણંદના ઇનચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા આપવા રજુઆત કરી હતી. સાણંદ એસ.ટી. સ્ટેન્ડ નજીક દલિત સમાજના લોકોએ એકત્ર થવાની શરૂઆત કરતા માહોલ ગરમાયો હતો. એસ.ટી. સ્ટેન્ડ નજીક એક હજારથી પણ વધારે દલિત એકત્ર થઇ સુત્રોચાર કરતા એસ.પી. સહીતનો પોલીસ કાફલો ચાંપતી નજર રાખવા સાણંદ આવી પહોંચ્યો હતો. રેલીમાં ઉનાના અત્યાચારીઓને ફાંસી આપો, દલિતોને ન્યાય આપો જેવા બેનર્સ તથા સુત્રોચાર સાથે ગઢીયા કચેરી થઇ સાણંદ મહેસુલ ભવન પહોંચી ઇનચાર્જ મામલતદાર હર્ષવર્ધનભાઇને આવેદનપત્ર આપ્યું હતું. અને જો સમાજને ન્યાય નહીં મળે તો ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હતી. રેલી નીકળવાના સમયે ગૌરવ પંથનો ટ્રાફીક પણ ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. દલિત મહિલાઓએ પણ પાટીદાર આંદોલનમાં પાટીદાર મહિલાઓ દ્વારા અખત્યાર કરેલી થાળી-વેલણની ખખડાવી વિરોધ નોંધાવી રેલીમાં જોડાઇ હતી.

સાણંદની આક્રોશ રેલીમાં ત્રણ હજાર લોકો જોડાયા. તસવીર- ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો