તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં પ્રાંત કચેરી પર ટોળાનો પથ્થરમારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલાં સમઢીયાળી ગામનાં દલિત સમાજ ઉપરનાં અત્યાચાર બાદ ગુજરાતભરમાં દલિત સમાજ નો વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. તેના અનુસંધાને ધોળકા નગરમાં ગુરુવારે પણ દલિત સમાજ દ્વારા ફરજિયાત દુકાનો તથા કામધંધા બંધ રખાવ્યા હતા.

ધોળકાના દલિત સમાજ કલીકુંડ વિસ્તારમાં આવેલા સુરભી સોસાયટીએ રેલીનું આયોજન કરાયું હતું. સવારે 10.30 કલાકે અંદાજીત 5000થી વધુ ભાઇઓ અને બહેનોની વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. જે કલીકુંડ ચાર રસ્તા થઇ સંતોકબા હોસ્પીટલ ત્યાથી આંબોડકર ચોક, રેનવાડા, ટાવર બજાર, થઇ ક્ષત્રિય ઠાકોર સમાજ, પાસેથી પસાર થઇ ધોળકા તાલુકા સેવા સદન આશરે 12 વાગ્યે પહોચી હતી. જ્યાં આગેવાનોએ ધોળકા પ્રાંત અધીકારીને આવેદનપત્ર સુપરત કરી સભાના રૂપમાં ફેરવાઇ ગયુ હતુ.

સભામાં સમાજના આગેવાનો દલિતો પરના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ત્યારબાદ અચાનક તાલુકા સેવા સદન ઉપર પત્થરમારો શરૂ થઇ જતા વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિશાળ સમુદાય અને પત્થરમારો શરૂ થતાં પોલીસે વિખેરવા માટે સમજાવટનાં પ્રયાસો શરૂ કર્યા હતા. છતાં બે કાબુ ટોળાએ પત્થરમારો ચાલુ રાખી નવા તાલુકા સેવા સદનના કાચ ફોડી નાખી મોટું નુકશાન કર્યુ હતુ. સખત પત્થરમારાના બનાવામં કારણે ત્રણ પોલીસ ઘાયલ થયાં હતા. પરિસ્થિતિ બેકાબુ થાય પહેલા પોલીસે લોકોને વિખેરવાના પ્રયાસો કર્યા હતા. બેકાબુ થયેલા ટોળુ મુખ્ય બજારમાં કાંકરીચાળો કરતાં અફવાનો બજાર જોર પકડતાં બજારમાં વેપારીઓ તેમજ ગાંમડાનાં માણસોમાં નાસભાગ મચી ગઇ હતી. બેકાબુ ટોળાએ રસ્તામાં બસ સ્ટેન્ડ ઉપર બસોના કાચ ફોડ્યા તેમજ ખાનગી વાહનોનાં કાંચ ફોડતા ધોળકા મુખ્ય બજાર બંધ થઇ ગયુ હતુ. તેમજ વાલીઓ શાળામાં દોડી જઇ પોતાના બાળકોને ઘરે લઇ જતાં શાળાઓ છુટી ગઇ હતી. શહેરભરમાં નાસભાગ અને તોફાન જેવો માહોલ સર્જાયો હતો. ધોળકા પોલીસ સ્ટેશનની બહાર ધરપકડ થયેલા વ્યકિતઓના પરિવારજનોએ આવી પોલીસ પ્રત્યે ભારે રોષ બતાવ્યો હતો અને પોલીસ પ્રત્યે હાય હાય ના નારા લગાવ્યા હતા. તથા મહિલા પ્રદર્શન કર્યુ હતુ.

બરવાળા: દલિતસમાજ ઉપર થઇ રહેલા અત્યાચાર વિરોધમાં ગુરુવારે સવારે 10.30 કલાકે રેલી કાઢી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જગદીશભાઇ એમ. ચાવડા, ઇન્દ્રજીતભાઇ આર. ચાવડા, ભારતીબેન ચાવડા, લલિતભાઇ આચાર્ય, ડુંગરભાઇ એમ. સોલંકી, કિર્તીભાઇ ચાવડા, નરેશભાઇ ચાવડા સહીતના બરવાળા શહેર અને તાલુકાના દલિત સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દલિત સમાજ પરના અત્યાચાર વિરોધમાં બોટાદ જિલ્લાના બરવાળા મુકામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તાલુકાના દલિત સમાજના આગેવાનો અને યુવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બનાવના પગલે દલિત સમાજ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી બસસ્ટેન્ડ પાસે હાઇવે રોડ થઇને મામલતદાર કચેરી બરવાળા ખાતે રેલીને વિરામ આપી દેવામાં આવ્યો હતો અને ઉપસ્થિત આગેવાનો દ્વારા મહાવીરસિંહ ઝાલા મામલતદાર બરવાળાને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજાની માગ કરી હતી.

ગઢડા(સ્વામીના): તાલુકાનાઢસા મુકામે દલિત અત્યાચાર મુદ્દે દલિતો દ્વારારાજકોટ ભાવનગર હાઇવે રોડ બંધ કરી ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમજ ચક્કાજામના કારણે અનેક વાહનો લાઇનબધ્ધ ઉભા રહી જતા ભારે ટ્રાફીક સમસ્યા સર્જાવા પામી હતી. ઘટનાના પગલે ઢસા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માંડલ: માંડલશહેરમાં દલિત સમાજ માંડલ તાલુકા દલિત હિત રક્ષક સમિતી અને માંડલ તાલુકા આંબેડકર એકશન ગ્રુપ માંડલ દ્વારા તા.21 ના રોજ બપોરે 1 વાગે મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં માંડલ અને આસપાસ ગામડાઓના દલિત લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા. રેલીમાં અસરગ્રસ્તોને ન્યાય આપો, દલિત પર રાજકારણ બંધ કરો, ભારતીય સવિધાન જીંદાબાદ જેવા લખાણ લખેલ બેનરો સાથે દલિત સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. રેલી માંડલના નિયત માર્ગો પર ફરી હતી અને રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં દલિત સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. મામલતદારે પણ શાંતિ જાળવવા માટે દલિત સમાજના આગેવાનોને અપીલ કરી હતી. સમયે અનિચ્છનીય બનાવ ને રોકવા માંડલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ વાત વણસી : બજારમાં નાસભાગનો માહોલ : 45ની ધરપકડ, 3 પોલીસકર્મી ઘાયલ

રેલીમાં 5000 જેટલાં દલિત સમાજના લોકો જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો