સાણંદ ખાતે ખેડૂતોનું દેવું માફ કરવા ઠાકોર સેના દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું
ગુજરાતના ખેડૂતો હાલ અનેક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાકીદે ખેડૂતોનું દેવું માફ કરવવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સાણંદ મામલતદારને ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા રેલી કાઢીને આવેદન પત્ર અપાયું હતું.
ગુજરાત ના ખેડૂતોને ગામડે ગામડે સિંચાઈનું પાણી મળતું નથી, વીજળીની સમસ્યાઓ છે, પાક ના પોષણ ક્ષમ ભાવો મળતા નથી એમાય અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ જેવા કુદરતી પર્કોપ વચ્ચે ખેડૂતોની કમર તૂટતી જાય છે .
સમસ્યાઓ થી ત્રસ્ત થઇ ગામડાના યુવાનો ખેતી છોડી શહેર માં નોકરી તરફ વળ્યા છે અને ગામડાઓ ભાંગી રહ્યા છે .ખેડૂતો ની આવી સમસ્યાઓ જોઇને ઉત્તર પ્રદેશ અને મહારષ્ટ્ર ની સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા છે ત્યારે ગુજરાત સરકાર ખેડૂત હિતનો નિર્ણય નથી કરી રહી.
ઠાકોર સેનાના આગેવાનો સાણંદ માં રેલી સ્વરૂપે નીકળી મંગલ વારે સાણંદ મામલત દર દેસાઈ ને આવેદન પત્ર આપ્યું હતું.અને ચીમકી ઉચ્ચારી હતીકે જો ખેડૂતો નું દેવું જુલાઈ સુધી માફ નહિ કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે.
ગુજરાત સરકાર ખેડૂત હિતનો નિર્ણય લેતી હોવાની રાવ. તસવીર-જીજ્ઞેશ સાેમાણી
7 જુલાઈ સુધી દેવું માફ નહિ થાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી