- Gujarati News
- સાણંદ શહેરમાં વીજળીના બિલો ભરવામાં રહીશોને ભારે હાલાકી
સાણંદ શહેરમાં વીજળીના બિલો ભરવામાં રહીશોને ભારે હાલાકી
સાણંદશહેર નેનો, ફોર્ડ તેમજ અન્ય ઉદ્યોગોને પગલે વિકાસની ક્ષિતીજે પગરણ માંડી રહ્યું છે પરંતુ અહીંની વીજ કંપની ઉત્તર ગુજરાત વીજ કંપની લી. (યુજીવીસીએલ) ગ્રાહકોને સેવા આપવામાં ઉણી ઉતરી છે.
સાણંદમાં કાર્યરત બીનરાજકીય ફોરમ સાણંદ તાલુકા ડેવલપમેન્ટ કાઉન્સીલના ચેરમેન જયદીપસિંહ વાઘેલા તેમજ સેક્રેટરી શામજીભાઇ પટેલ દ્વારા યુજીવીસીએલને શહેરમાં વીજ બીલ કલેકશન સેન્ટર ખોલવા લેખિતમાં રજૂઆત કરી છે.
કાઉન્સીલે કરેલી રજૂઆત મુજબ હાલ સાણંદમાં પ્રાઇમ કો.ઓ.બેંકમાં ફલી રોકડમાં વીજળીના બીલો સ્વીકારવામાં આવે છે જ્યારે ચેક/ડ્રાફ્ટ માટે સાણંદથી એક કિ.મી. દૂર જીઇબી ઓફીસે ભરવા જવું પડે છે. આથી યુજીવીસીએલ દ્વારા સાણંદ શહેરમાં પોતાનું અલગ બીલ કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવે તેમજ જીઇબીને લગતી ફરિયાદો માટે સાણંદમાં ફરિયાદ નિવારણ સેલ શરૂ કરવામાં આવે તેવી માગ કરાઇ છે.