બાવળામાં રૂપિયાની ઉઘરાણી બાબતે વેપારીને ઢોર માર માર્યો
બાવળામાંએપીએમસી માર્કેટયાર્ડમાં હોલ ભાડે રાખીને સાણંદ તાલુકાના જુડા ચકલીપુરામાં રહેતા રાકેશભાઇ અરવિંદભાઇ ઠકકર અનાજનો વેપાર કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. રાકેશભાઇ જીગ્નેશભાઇ રમેશભાઇ ઠકકરને ગાડીના ડ્રાઇવર તરીકે નોકરીમાં રાખ્યો હતો. જીગ્નેશભાઇ એક વર્ષ પહેલા રૂપાલ ગામના સલુ વોરા પાસેથી રૂ.60 હજાર ઉછીના લીધા હતા. જેથી થોડા દિવસ પહેલા સલુ વોરા રાકેશભાઇ પાસે આવ્યા હા અને જીગ્નેશે રૂપિયા ઉછીના લીધા છે તે પાછા આપતો નથી જેથી તમે અપાવી દો તેવું કહેતા રાકેશભાઇ કહેલ કે રૂપિયા ઉછીના આપ્યા ત્યારે મને જાણ કરી નહોતી. જેથી તમે તમારી રીતે જોઇ લો. ત્યારબાદ કહેલ કે તમે રૂપિયાના બદલે તેના નામે એકટીવા અપાવી દો તેમ કહેતા જીગ્નેશને ફોન કરી પુછતા તેણી કહ્યું હતું કે આવુ છુ. પરંતુ તે નહી આવતા તે જતો રહ્યો હતો.
થોડીવારમાં કારમાં ચાર જણા આવી ઓફીસમાં ઘુસી રાકેશભાઇને ધોકાથી જમણા પગે મારતા તેઓ પડી જતા બે વ્યકિતએ પકડી રાખીને રાકેશભાઇને માર માર્યો હતો. દરમ્યાન સવારે બેંકમાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડી લાવેલ તે પેન્ટના ખીસ્સામાં રાખ્યા હતા તે ઉપરાંત બીજા નવ હજાર મળી રૂ.1,59,000 ઝપાઝપી દરમિયાન પડી ગયા હતા અને મળી આવેલ નહોતા અને તે દરમિયાન ગાડી લઇને ભાગી છુટયા હતા.
રાકેશભાઇ ઠકકરે સારવાર કરાવ્યા બાદ બાવળા પોલીસમાં જકસી અરજણ કો.પટેલ- અમથાપુર, તા.સાણંદ , સલીમ ઉર્ફે સગુ ગુલામભાઇ વોરા- રૂપાલ, તા.બાવળા હાલ રહે. અહેમદી સોસાયટી, બાવળા 3) સાણંદ તાલુકાના જુવાલ ગામનો અજાણ્યો માણસ અને કારનો ડ્રાઇવર જેનું નામ ખબર નથી તેની સામે મારી નાખવાની કોશીશ કરી માર માર્યો બાબતે અને રૂપિયા લઇ ગયા બાબતે ફરીયાદ નોંધાવતા બાવળા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ડ્રાઇવરના ઉછીના રૂપિયાની લેણદેણમાં તેના માલિકને સંડોવ્યો