પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજનખતમ થતા બાળ‌કનું મોત....

સમગ્રઘટનામાં કોની બેદરકારી છે તે અંગે હાલ સોલા સિવીલ તંત્ર મૌન સેવી રહ્યું છે. સાણંદમાં રહેતા બાળકને તાવ અને શરદી-ખાંસી થતા તેને સોલા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં તાવ નહીં મટતા તેનો રિપોર્ટ કરાવાયો હતો. જેમાં તેને સ્વાઈન ફલુ પોઝેટીવ હોવાનું નિદાન થયુ હતુ. જેને પગલે બાળ‌કને રવિવારે સાંજે સોલા સિવીલ હોસ્પિટલમાંથી સિવીલ હોસ્પિટલમાં રિફર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એમ્યુલન્સમાં બાળકને સિવીલ હોસ્પિટલમાં શિફટ કરાયો હતો ત્યારે અધવચ્ચે રસ્તામાં ઓકિસજનનો સિલીન્ડર પૂરો થઈ ગયો હતો.

સોલા સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ટન્ડ એચ.કે.ભાવસારે કહ્યું કે,‘ એમ્બ્યુલન્સમાં તેને લઈ જતી વેળાંએ ઓકિસજનનો સિલીન્ડર પૂરો થઈ જતા બાળકનુ મૃત્યુ થયુ હોવાનું સ્પષ્ટ થયુ છે.

સ્યુસાઈડગેમ બ્લૂ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધ....

મીડિયાપ્લેટફોર્મને નિર્દેશ આપ્યો છે કે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. તેમને કહેવાયું છે કે જો કોઈ તેનો ઉપયોગ કે સર્ચ કરી રહ્યું હોય તો તેને તાત્કાલિક બંધ કરી નાખે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગેમ અંગે ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ પાસે ઘણી ફરિયાદો આવી હતી.

બ્લૂવ્હેલવાળાએ બનાવટી આઈપી એડ્રેસ બનાવી લીધાં : બ્લૂવ્હેલ ગેમ બનાવનારાઓએ પ્રતિબંધની આશંકાએ અગાઉથી અનેક પ્રોક્સી યુઆરએલ કે બનાવટી આઈપી એડ્રેસ બનાવી લીધાં છે. ઉપરાંત તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેના વિશે ગૂગલ અને અેપલે ભાસ્કરને જણાવ્યું કે તેમના પ્લેસ્ટોર પર ગેમ ઉપલબ્ધ નથી. ગૂગલના પ્રવક્તા ગૌરવ ભાસ્કરે કહ્યું કે હિંસક ગેમ અમારી નીતિ વિરુદ્ધ છે. એપલના પ્રવક્તા આનંદ ભાસ્કરને પણ કહ્યું કે અમે આવી ગેમ પ્લેટફોર્મ પર રાખતાં નથી.

મીડિયામાંનામ આવે એટલે મેં ચોટલા કાપ્યા....

ઘરનાંસભ્યો પણ એજ રૂમમાં સુતા હતા. સવારે ઉઠીને જોયું તો પથારીની બાજુમાં તેની ચોટલી કપાયેલી હાલતમાં હતી. ઘરનાં અને આસપાસનાં લોકોનાં જાણ થતાં બધા એકઠા થઇ ગયા હતા.

જ્યારે મેંદરડાનાં અમરગઢ ગામે રહેતી હેતલ અનિલભાઇ ઠાકોર (ઉ. 20) અને મેંદરડાનાં સાત વડલા વિસ્તારમાં રહેતી સવિતાબેન નાનજીભાઇ સાવલીયા (ઉ. 40) પણ પોતાની ચોટલી કપાયાની ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તેમને ઘેર જતાં તેઓએ જાતેજ ચોટલી કાપ્યાની કબૂલાત આપ્યાનું પીએસઆઇ ઝાલાએ જણાવ્યું હતું.

અને બાદમાં પોતે કોઇજ ફરિયાદ કરવા માંગતી હોવાનું કહ્યું હતું. જ્યારે હેતલે પોતે મિડીયામાં આવવા માટે ચોટલી કાપ્યાનું પણ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...