• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ| સાણંદ,કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલના મેનેજમેન્ટ ગ્રુપ, શિક્ષક

સાણંદ| સાણંદ,કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલના મેનેજમેન્ટ ગ્રુપ, શિક્ષક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ| સાણંદ,કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલના મેનેજમેન્ટ ગ્રુપ, શિક્ષક તેમજ વહીવટી વિભાગ, અને સેવક સ્ટાફે પુરગ્રસ્તો માટે કીટ તૈયાર કરી હતી. જેમાં કિલો લોટ, કિલો ચોખા, 2 કિલો દાળ, 1 કિલો તેલ, 200 ગ્રામ મસાલા (હળદર, મરચું, ધાણા), 1 કિલો મીઠું, 1 કિલો ગોળ, 500 ગ્રામ ખાંડ, 250 ગ્રામ ચા, વગેરે પોલીથીયન, બેગ તૈયાર કરી કુલ 8 કીટ સેવા ભારતી સંસ્થાને મોકલાવી હતી. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા, નિયામક ડાયરેક્ટર તેમજ પ્રધાનાચાર્ય મનિષભાઈ દેત્રોજાએ સૌ સ્ટાફ મિત્રોને પૂરગ્રસ્તોને મદદરૂપ થવા અભિનંદન આપ્યા હતા.

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલે પૂરગ્રસ્તો માટે કીટ મોકલાવી

અન્ય સમાચારો પણ છે...