તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • જમીન રી સર્વેમાં છબરડા સાણંદ, બોટાદ, વિરમગામમાં કોંગ્રેસનું આવેદન

જમીન રી-સર્વેમાં છબરડા- સાણંદ, બોટાદ, વિરમગામમાં કોંગ્રેસનું આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ /ખેડૂતોની જમીન અરસ પરસ બતાવતા રોષ

બોટાદ /એક પણ ખેતર ગામના મૂળ નકશામાં બેસતું નથી

સાણંદ /મોંઘી વિજળી, સિંચાઇ, પાણી, ખેડૂતોના દેવા માફ કરવા

કંપની દ્વારા કરાયેલા સર્વેનો ભોગ ખેડૂત શા માટે બને ? ઠેર ઠેર એક પ્રશ્ન

વિરમગામ તાલુકામા સર્વેના કારણે ખેડૂતોની જમીન અરસ-પરસ બતાવી 5 મીટરથી 50 મીટર સુધીની જમીન પટ્ટા બીજા સર્વે નંબરોમાં બતાવતા અને હવે ખાનગી કંપનીની ભૂલનો ભોગ ખેડૂતો ભોગવે તેવો તાયફો ઉભો કરતા સેઢા પાડોશી તરીકે સબંધ ધરાવતા ખેડૂતોને એક બીજાની સામે કરી દીધા છે. અને માટે ખેડૂતોને મસ મોટો ખર્ચ કરી અપીલમાં જવું તેવો તઘલઘી નિર્ણય રાજ્ય સરકારે કરતા, જમીન માપણીના સર્વેનો ભોગ બનેલ ખેડૂતો માથે આભ ફાટ્યું હોય તેવા ઘાટ ઉભો થયો છે. કાર્યક્રમમાં વિરમગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંધવ તથા કાર્યકરો, ખેડૂતો દ્વારા નાયબ મામલતદાર એમ. એલ. પરમારને આવેદનપત્ર આપ્યું હતું.

બોટાદ સર્વેના કારણે બોટાદમાં ખેડુતોની જમીનમાં મોટે પાયે વધઘટ થયેલી છે. એક ખેડુતનું ખેતર બીજા ખેડુતની હદમાં આવી ગયું છે. એક પણ ખેતર ગામનાં મુળ નકશામાં બેસતુ નથી. માપણી કરીને હદ-નિશાન નાખવા જોઈએ તે એક પણ કિસ્સામાં નાખવામાં આવ્યા નથી. અક્ષાંશ-રેખાંશને આધારે એકપણ માપણી મળતી નથી.સમગ્ર માપણી 100 ટકા ક્ષતિયુક્ત છે. ભુલ ભરેલી જમીન માપણીનાં પ્રમોલગેશન રાજકીય ઓથ ધરાવતા માપણી અધિકારીઓએ એજન્સીઓ સાથે મિલીભગત કરીને મંજુર કરી દીધા છે.. કોંગ્રેસ દ્વારા ખેડુતોને ન્યાય અપાવવા માટે બોટાદ કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને લેખીત આવેદનપત્ર અપાયેલ છે.

ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેમકે પોષણ ક્ષમ ભાવો નો અભાવ, મોંઘી વીજળી ,મોઘા બિયારણ, ખાતર અને સિંચાઈ ના પાણી ની તકલીફ અને ખેડૂતો ના દેવા માફ કરવા જેવા મુદ્દે સાણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાણંદ મામલતદાર ને આવેદન પત્ર અપાયું હતું .

પ્રસંગે સાણંદ ધારાસભ્ય કરમશીભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમણભાઈ પટેલ, યુવા કોંગ્રેસ મહામંત્રી કનુભાઈ પટેલ, કાન્તીભાઈ પ્રજાપતિ ,વિપક્ષ નેતા ધર્મેશભાઈ વાઘેલા સહીત કોંગ્રેસ કાર્યકરો તથા હોદ્દેદારોએ સાણંદ મામલતદાર દેસાઈ ને આવેદન પત્ર આપી ખેડૂતોને ન્યાય મળે તે અંગે ધારદાર રજૂઆત કરી હતી.

15 વર્ષમાં ખેડુત આર્થિક પાયમાલ થયો, વિજળીને કારણે ખેડુત પરેશાન

અન્ય સમાચારો પણ છે...