• Gujarati News
  • જિલ્લામાં હવામાન પલટાયુ: વરસાદી ઝાપટા

જિલ્લામાં હવામાન પલટાયુ: વરસાદી ઝાપટા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાપંથકમાં ગુરુવારે બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વૈશાખમાં અષાઢી માહોલ છવાયો હતો અને કમોસમી વરસાદ ખાબકયો હતો અને ભરઉનાળે શીતળ ઠંડક પ્રસરી ગઇ હતી. સવારથી બપોર સુધી અતિશય ગરમી અને ઉકળાટ બાદ એકાએક કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી પડયો હતો.

થોડા થોડા અંતરે એકથી બે કલાક સુધી વરસાદ શરૂ રહ્યો હતો અને વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. અચાનક વાતાવરણમાં આવેલ પરીવર્તનથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ હતુ અને કામધંધે નીકળેલા લોકોએ ઝડપથી કયાંક ઉભા રહી જવાની ફરજ પડી હતી. અતિશય ગરમીથી વરસેલા વરસાદથી ચોતરફ ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોળકાના વૈઠા,ચલોડા,બદરખા કેલિયા વાસણા સહિતના ગામોમાં ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા હતા. તેમજ ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.

સાણંદ:સાણંદમાંઝળહળતીગરમીમાં સાંજના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ખુબ ઝડપથી પવન ફુંકાયો હતો, સાથે સાથે વરસાદ પણ પડયો હતો. અતયોર જગ્યા - જગ્યાએ માવઠાએ માઝા મુકી છે. ત્યારે આજે સાણંદને પણ ઝપટમાં લેતાં એકાએક વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું સાથે અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. વરસાદ પડતાની સાથે સાંજના ટપોટપ માર્કેટમાંથી લોકો ગાયબ થઇ ગયા હતા.

બોટાદ: બોટાદજિલ્લાના કેટલાક વિસ્તારોમાં સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાતા ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણાી વહેતા થઇ ગયા હતા. તેમજ ભારે પવનને કારણે લાઇટો ડૂલ થઇ ગઇ હતી.બરવાળા અને રાણપુરમાં પણ ભારે પવનના કારણે વીજળી ગુલ થઇ ગઇ હતી.

બરવાળા, બોટાદ, સાણંદ અને ધોળકાના વૈઠા,ચલોડા,બદરખા કેલિયા વાસણા સહિતના ગામોમાં વરસાદી માહોલ.

વૈશાખમાં અષાઢી જેવા માહોલ સર્જાયો : ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી અનેક મકાનના પતરા ઉડ્યા