તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં ગ્રાહકનો સ્વાંગ રચી ત્રણ શખ્સ 35 હજાર રોકડ ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદનીલોહાણા મહાજન વાડી સામે આવેલાં ઇલેક્ટ્રીકની દુકાનમાં ગ્રાહના સ્વાંગમાં આવેલાં ત્રણ શખ્સો ડ્રોઅરમાંથી રૂ. 35 હજાર ભરેલી રોકડ ઉઠાવી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાણંદની લોહાણા મહાજન વાડી સામે શિવમ ઇલેક્ટ્રીક નામની દુકાન આવેલી છે. દુકાનના માલિક મહેશગિરી જયંતીગિરી ગોસ્વામી (રહે. ભાવનાથ મંદિર પાછળ) બપોરે 12 કલાકે કામથી બહાર ગયા હતા. ત્યારે તેમની દુકાનમાં કામ કરતા મયુરસિંહ તરતસિંહ ચૌહાણ (રહે. ગેષપરા, સાણંદ) દુકાનમાં હતો. દરમિયાન સીએનજી રિક્ષામાં બેસીને આવેલાં ત્રણ શખ્સો 150 રૂપિયાનીવસ્તુઓ લઇ નીકળી ગયા હતા. ત્યારબાદ મયુરસિંહ ડ્રોઅરમાં જોતા તેમાંથી રૂ. 35000ની રોકડથી ભરેલું પાકિટ ગુમ હતું. જેથી તેણે ત્રણેય શખ્સો પર શંકા જતાં તાત્કાલિક દુકાનના માલિક મહેશભાઈને જાણ કરી હતી. સાણંદ પોલીસે મયુરસિંહની ફરિયાદ વિરુદ્ધ આગળની તપાસ શરૂ કરી છે.

લોહાણા વાડી સામે બનેલી ચકચારી ઘટના

150ની ખરીદી કરી વેપારીની સાથે ઠગલીલા

અન્ય સમાચારો પણ છે...