તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતલક્ષી પાંચ માંગણી પૂરી થાય તો ઉગ્ર આંદોલન: ‘આપ’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નળકાંઠાના9 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તેમજ તેમના પર થયેલા અત્યાચારને લઈને પાંચ મુદ્દાઓની માંગ સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ રાય આગામી ત્રણ દિવસ સુધી નવ ગામની મુલાકાત લેશે. પાર્ટીના મીડિયા સંયોજક હર્ષિલ નાયકના જણાવ્યા અનુસાર 20થી 22 માર્ચ દરમિયાન ગોપાલ રાય ખેડૂતોને મળીને સંવાદ કરશે અને તેમની પાંચ માંગણીઓનું નિરાકરણ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ પણ તૈયાર કરશે.

ગત 14 ફેબ્રુઆરીએ સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ સાથે સંઘર્ષ થતાં ખેડૂતો અને પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. અસંખ્ય ખેડૂતો પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

{ ખેડૂતો પરના અમાનુષી અત્યાચારની સરકાર માફી માંગે

{ ખેડૂતો પર કરવામાં આવેલા તમામ ખોટા કેસ પાછા ખેંચવામાં આવે.

{ પોલીસ દમનમાં ઘાયલ થયેલા તમામ ખેડૂતોને સરકાર યોગ્ય આર્થિક વળતર આપે.

{ સાણંદના ખેડૂતોની પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે.

{ વર્ષો વીતી ગયા પછી પણ સરકારે હજુ સુધી હજારો કિલોમીટર નર્મદા કેનાલનું કાર્ય પૂરું કર્યું નથી. દરેક ગામનો ખેડૂત પાણીની સમસ્યાથી પીડાય છે. જેથી નર્મદા કેનાલના નેટવર્કને તાત્કાલિક અસરથી પૂર્ણ કરાય.

આમ આદમી પાર્ટીની માગણી

ગોપાલ રાય 3 દિવસ સુધી નળકાંઠાના 9 ગામની મુલાકાત લેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો