તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા અને સાણંદ નજીક ફાર્મમાંથી 6.88 લાખનો વિદેશીદારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદતાલુકાના અણદેજ ગામે મોટાપાયે વિદેશીદારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સાણંદ પોલીસે બુધવારે મોડીરાત્રે છાપો મારતા રૂ.5,38,200 ની કિંમતના વિદેશીદારૂ સાથે અણદેજ ગામે રહેતા બે શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ અણદેજ ગામની સીમમાં આવેલા પ્રેરણા ફાર્મ ખાતેથી વિદેશીદારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાણંદ પીઆઇ રાઠોડ, એએસઆઇ રમેશભાઇ સહીતના સ્ટાફે બુધવારે રાત્રે 11.20 કલાકે પ્રેરણા ફાર્મ ઉપર છાપો મારતા વિદેશીદારૂની બોટલો અને ટીન મળી કુલ 4348 નંગ કિ.રૂ.રૂ.5,38,200 ની સાથે આરોપી અમરભાઇ હુસેનભાઇ ખોખર તથા હુસેનભાઇ અલીભાઇ ખોખર (બંને રહે. અણદેજ) ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ બોટાદ એલ.સી.બી. પીઆઇ એચ.કે. ભૂવા તથા પી.એસ.આઇ. વી.ડી. ધોરડા તથા સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ઇંગ્લીશ દારૂના જથ્થાની ચોક્કસ બાતમીના આધારે ગઢડાના મહેશ જીવાભાઇ ચાવડાએ પોતાની ઢસા રોડ ઉપર આવેલી વાડીમાં જથ્થો રાખી દારૂનો વેપાર કરતા હોવા મુદ્દે રેઇડ કરતા દારૂનો મસ મોટો જથ્થો મેળવવામાં સફળતા મળી હતી.

રેઇડ દરમિયાન વિવિધ બ્રાન્ડની 1.46 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

બોટાદ એલસીબીએ વાડીમાંથી દારુની જથ્થો કબજે કર્યો. તસવીર- પ્રભાકર મોદી

બોટાદ LCBએ ઢસા રોડ પરની વાડીમાં વિદેશી દારુનો જથ્થો કબજે કર્યો

સાણંદ પોલીસે બુધવારે મોડી રાત્રે અણદેજ ફાર્મ પર પોલીસે દરોડો પાડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો