તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવનગર પ્રા.શાળાની શિક્ષિકાને માર માર્યો : ચાર સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદતાલુકાના માધવનગર પ્રા.શાળાના શિક્ષિકાને ચાલુ શાળાએ આજ ગામના લોકોએ માર મારતા સમગ્ર સાણંદ તાલુકામાં સનસનાટી મચી જવા પામી હતી .

મંગળવારના સવારે સાણંદ તાલુકાના માધવનગર ગામમાં આવેલ પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અરવિંદાબેન પનજીભાઈ ભગોરા તા. 28 ઓગસ્ટના રોજ શાળામાં થી વિધાર્થિનીઓને ભણાવતા ત્યારે ધોરણ માં ભણતી અમુક વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં ચાલુ કલાસે આવતા શિક્ષિકા બહેન દ્વારા ક્લાસ ચાલુ હોય બહાર બેસવા જણાવ્યું હતું. જેથી ગામના શખ્સ હરેશભાઈ સાધુએ શિક્ષિકા બહેન કહેલ કે તે મારી બહેન છે. બાદ તા. 29 ઓગસ્ટના રોજ સવારે હરેશભાઈ સાધુ, રંજનબેન, ઉમાબેન, કાજલબેન તમામ રહેવાશી માધવનગરના ચાલુ શાળાએ આવી શિક્ષિકાને આવીને કહે કે તું શું વિદ્યાર્થીઓને ભણાવે છે. અને જાતિ વિશે અપમાનીત શબ્દો બોલી ગાળો બોલી શિક્ષિકાના વાળ ખેચી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અને શિક્ષિકાને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવ તા 29 ઓગસ્ટના રોજ બન્યો હતો પરંતુ અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં તા.2 સપ્ટેમ્બરના રોજ અરવિંદાબેન પનજીભાઈ ભગોરા દ્વારા ફરિયાદ કરાતા હરેશભાઈ સાધુ, રંજનબેન, ઉમાબેન, કાજલબેન ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થિનીઓ મોડી આવતા ક્લાસ બહાર બેસવા જણાવતા બબાલ થઇ હતી: શિક્ષિકાને ધમકી પણ અપાઈ

અન્ય સમાચારો પણ છે...