તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ ખાતે મેલેરીયા મુકત ગુજરાત અંતર્ગત બાઇક રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માન.મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રી દ્રારા ૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુકત ગુજરાત કરવા માટેના કાર્યક્રમ અંતર્ગત સાણંદ ખાતે મેલેરીયા મુકત ગુજરાત અંગે બાઇક રેલી યોજાઇ ગઇ.

ઉપરોકત રેલીનું પ્રસ્થાન પુર્વધારાસભ્ય કમાભાઇ રાઠોડ, તાલુકા પ્રમુખ જગદીશસિહ વાઘેલા ,ભાજપ સંગઠન પ્રમુખ, ખોડભાઇ પટેલ તથા મામલતદાર સાણંદ ગોવિદભાઇ દેસાઇ દ્રારા કરવામાં આવેલ લોકોમાં મેલેરીયા અંગેની જનજાગૃતિ લાવવા ઉપરોકત રેલી સાણંદ તથા સ્લમ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. બાઇક પર પ્લે કાર્ડ, તથા મોટા વાહન પર બેનર્સ લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. રેલી પછી સાણંદ શહેરી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં ટીમો પાડી સર્વેની કામગીરી તથા પોરાનાશક કામગીરી કરવામાં આવેલ. 6 ટીમમાં ૫૧ આરોગ્યના કર્મચારીઓએ કામગીરી કરેલ.

અન્ય સમાચારો પણ છે...