તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • વિરમગામ સેવા સદનમાં સોમવારે પણ નેટ બંધ, વિદ્યાર્થીઓને સાણંદ દોડાવ્યા

વિરમગામ સેવા સદનમાં સોમવારે પણ નેટ બંધ, વિદ્યાર્થીઓને સાણંદ દોડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામતાલુકા સેવા સદન ખાતે 1 માસથી નેટ બંધ હોવાની રાડ ઉઠી છે ત્યારે આજે સ્કૂલો-કોલેજોમાં એડમીશન માટેનો છેલ્લો દિવસ હોઈ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, જરૂરી ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે સવારથીજ ઉપસ્થિત હતા પરંતુ બપોરે 12 કલાકે પણ ઇન્ટરનેટની કનેકટીવીટી મળતા વિદ્યાર્થીઓ ચિંતિત હતા. ત્યારે વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંધવ તેમજ શહેર ભાજપ પ્રમુખ નરેશ શાહ તાલુકા સેવા સદન દોડી આવેલ અને વિદ્યાર્થીઓનું ભાવિ બગડે તે માટે મામલતદાર ચેમ્બરમાં રજુઆત કરવા જતાં મામલતદાર અને પ્રાંત અધિકારી બહારગામ મિટિંગમાં હોવાનું જાણવા મળેલ ત્યારે ઉપસ્થિત અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી સાણંદ તાલુકા સેવા સદનથી ડોક્યુમેન્ટ મળી રહેશે તેમ જણાવતા રાજકીય હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સાણંદ લઈ જવા વ્યવસ્થા ગોઠવી હતી.

વિરમગામમાં નેટની મુશ્કેલીનો ભોગ છાત્રો બની રહ્યા છે.

શાળા,કોલેજોમાં એડમીશન માટે છેલ્લો દિવસ હતો

અન્ય સમાચારો પણ છે...