તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Sanand
 • વિરમગામના સોકલી ફાટક પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુધન બચાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામના સોકલી ફાટક પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુધન બચાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ-સાણંદહાઈવે પર સોકલી ગામ પાસેથી ટ્રકમાં કતલખાને લઈ જવાતી 12 ભેંસોને વિરમગામ જીવદયા પ્રેમીઓએ બચાવી ટ્રક ચાલકને વિરમગામ ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી 12 ભેંસોને વિરમગામ પાંજરાપોળમાં મોકલી અાપી હતી.

રવિવારના રોજ હળવદ તરફથી કડી કતલખાને અબોલ પશુ ભરેલ ટ્રક વિરમગામ-સાણંદ હાઈવે પરના સોકલી ગામ પાસે પસાર થઈ રહેલી ટ્રકને વિરમગામ-હળવદના જીવદયાના સભ્યોએ રવિવારે વહેલી સવારેે થોભાવી વિરમગામ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. વિરમગામ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચાલકની તપાસ કરતાં ભેંસો ભરેલ ટ્રક પરમિટ વગર હતું તેમજ ડ્રાઈવર પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ પણ હતું. પોલીસે ડ્રાઈવરની તપાસ કરતાં તેનું નામ મહેબુબ મહંમદશા ફકીર (રહે. રાજાવડલા, તા. વાંકાનેર, )નું જણાયું હતું તેમજ ભેંસોને ટ્રકમાં ઝાલાભાઈ ભરવાડ, કમાભાઈએ ભરાવી આપી હોવાનું જણાવ્યું અને કડી કતલખાને લઈ જવાની હકીકત ડ્રાઈવરે જણાવી હતી. પોલીસે આરોપી ડ્રાઈવર મહેબુબ ફકીર, ભરવાડ ઝાલા તથા કમાભાઈ વિરુદ્ધ હળવદના રહેવાસી વિપુલભાઈ ભરવાડની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે.

હળવદથી કડી પશુઓને કતલખાને લઇ જવાતી ટ્રકને વિરમગામ પોલીસે ઝડપી લીધી હતી.તસવીર-જયદીપ પાઠક

પશુધનની કિંમત 2.40 લાખ,અેકની પોલીસે કરેલી ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો