તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 વાર રેશનકાર્ડ માટે અંગુઠા આપ્યા છતાં...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદમાંરેશનકાર્ડ માટેની કતારો જોવા મળી રહી છે. જ્યારથી સાદા રેશનકાર્ડને બદલે બારકોડેડ રેશનકાર્ડ અમલમાં મૂકાયા છે ત્યારથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોની તો ભારે દુર્દશા થઈ છે. રેશનકાર્ડ માટે રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા લેવાયેલ ગ્રાહકોના અંગૂઠા વારંવાર ફરીથી લેવા પડતા હોવાથી લોકોને સાણંદ મહેસૂલ ભવનના વારંવાર ધક્કા ખાવા પડે છે.

બારકોડેડ રેશનકાર્ડ માટે સરાકરે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા પહેલા ગામડે ગામડે જઈ લોકોના અંગૂઠા લેવાયા હતા અને ત્યાર પછી એવી સિસ્ટમ આવી કે રેશનિંગના અનાજ માટે પ્રથમ ગ્રામપંચાયતમાં જઈ સોફ્ટવેરમાં અંગૂઠો લગાવ્યા બાદ કૂપન પ્રિન્ટ થાય અને કૂપન લઈને રેશનિંગની દુકાને ગયા બાદ અનાજ-રાશન મળી શકે. પરંતુ સોફ્ટવેરમાં ખામી હોવાના કારણે લોકોના અગાઉ લીધેલા અંગૂઠા સાથે હાલ લેવામાં આવતા ઘણા ખરા લોકોના અંગૂઠા મેચ થતા નથી જેથી ગ્રામપંચાયતમાંથી મામલતદાર કચેરીએ જવાની સૂચના અપાય છે જેથી તાલુકાભરના ગામોમાંથી સાણંદ મહેસૂલ ભવનમાં કતારો લાગે છે. મામલતદાર કચેરીમાં ધક્કો ખાઈને લોકો ફરીથી અંગૂઠાની નિશાની આપે તો પણ ફરીથી એની એજ પરિસ્થિતિ થાય છે. અંગૂઠો મેચ થવાથી ફરીથી આપવા આવવું પડે છે. ઘણા લોકો તો ત્રણ-ત્રણ વાર અંગૂઠાની નિશાની આપી ગયા છતાં પ્રશ્ન હલ થતો નથી. ઉપરોક્ત બાબતે સાણંદના ઈન્ચાર્જ મામલતદાર ગોવિંદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સર્વર ધીમું ચાલતું હોય છે અને એજન્સી દ્વારા લેવાયેલ અંગૂઠો જે તે વખતે હાજર વ્યક્તિના લીધા હોય અને રેશન લેવા અન્ય વ્યક્તિ જાય તો પણ આવું બને છે અને ઘણા કિસ્સામાં એજન્સી દ્વારા અંગૂઠાની ઈમ્પ્રેસનનો ડેટા સચવાયો હોવાતી પણ આવું બનતું હોય છે. ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડની જરૂર મોટેભાગે ગરીબ પરિવારોને હોય છે તેઓને પોતાનો રોજગાર છોડીને રેશનકાર્ડ માટે ધક્કા ખાવા પડે તે કેટલે અંશે યોગ્ય ગણાય ?

વાંક સિસ્ટમનો અને દંડાય લોકો

ગામડાના લોકો એક કચેરીથી બીજી કચેરી આંટાફેરામાં અડધા થઇ જાય છે

સાણંદમાં બારકોડેડ રેશનકાર્ડ તો આવ્યા પણ સરકારી સીસ્ટમ ના સુધરી

રેશનકાર્ડ માટે અંગુઠો આપવા લોકોએ લાંબી લાઇનની વૈતરણી પાર કરવી પડે છે.તસવીર-જીજ્ઞેશ સોમાણી

બે વખત અંગૂઠો આપ્યો છતાં ત્રીજી વખત આવવું પડ્યું

^ડરણગામના ખેડૂત હિંમતભાઈના જણાવ્યા મુજબ બે-બે વખત હું અંગૂઠો આપવા સાણંદ મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ ગયો છું છતાં પંચાયતમાં અંગૂઠો મેચ થતો નથી અને કૂપન નીકળતી નથી. > હિંમતભાઈજાલાભાઈ પટેલ ડરણ, તા.સાણંદ

ધરમધક્કા ખાઈને થાક્યા સાહેબ !

^સાણંદનામોટીદેવતી ગામના ભીખાભાઈ ઠાકોર જણાવે છે કે હું બીજી વખત અંગૂઠાનું નિશાન આપવા આવ્યો છું પંચાયતમાં કહે છે કે અંગૂઠો આવી ગયો છે પરંતુ મેચ થતો નથી જેથી સાણંદ ધકેલે છે. > ભીખાભાઈશંકરભાઈ ઠાકોર, મોટીદેવતી, તા.સાણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો