તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નળકાંઠામાં સિંચાઈની સુવિધાના આયોજન માટે આજથી સર્વે શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વે બાદ સરકાર બજેટની ફાળવણી કરશે

સાણંદ-બાવળાઅને નળકાંઠા વિસ્તારના 32 ગામો જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સિંચાઈતી વંચિત છે ત્યાં સિંચાઈ માટે થયેલ જનઆંદોલન બાદ રાજ્ય સરકાર હકારાત્મક બની છે અને તેની કૂળશ્રુતિ રૂપે મંગળવારથી કેન્દ્ર સરકારની એજન્સી વેપ કોસ દ્વારા સર્વે શરૂ કરાશે.

અંગે સાણંદ પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકીએ જણાવ્યું હતું કે સાણંદ-બાવળા-વિરમગામના નળકાંઠા વિસ્તારના 32 ગામનો એરીયા રકાબી જેવો છે જેથી અહીં કેનાલ દ્વારા પાણી પહોંચાડવું શક્ય નથી. પરંતુ ઉપરોક્ત ‘વેપ કોસ’એ કેન્દ્ર સરકારની ઓર્થોરાઈઝ એજન્સી છે.આ એજન્સી મંગળવારથી ગામલોકોને સાથે રાખી ઉપરદળ ગામથી સિંચાઈ માટે કેનાલની શક્યતાનો સર્વે શરૂ કરશે અને સર્વે બાદ કયા ગામોમાં કઈ કેનાલથી પાણી આપવું શક્ય બનશે તેનો અભિપ્રાય રજૂ કરાશે અને ત્યારબાદ સરકાર બજેટની ફાળવણીનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો