• Gujarati News
  • ચુવાળ પંથકના મદ્રીસણામાં તળાવમાં ડૂબતા એકનું મોત

ચુવાળ પંથકના મદ્રીસણામાં તળાવમાં ડૂબતા એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેત્રોજ નજીક આવેલા મદ્રીસણા ગામના વિષ્ણુભા ઝાલમસિંહ ઉ.૩૦ બુધવારની વહેલી સવારે તળાવમાં પડેલી ભેંસને કાઢવા ગયા હતા. ભેંસને પાણીમાંથી બહાર કાઢવા જતા ઉડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાવના કિનારા પર ઉભેલી પત્નીએ બુમાબુમ કરતા ગામ લોકો એકઠા થઇ યુવાનને પાણીમાંથીછ બહાર કાઢયો હતો. દેત્રોજ સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જતા ફરજ પરના ડોકટર સારવાર પુર્વે જ મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા દેત્રોજ પો.સ્ટે.ની ટીમ બનાવ સ્થળે પહોચી હતી. મૃતક યુવકની લાશનું પીએમ દેત્રોજ સરકારી હોસ્પિટલમાં કરાવી લાશ વારસને સોપી હતી. ત્રણ સંતાનના પિતાનું તળાવમાં ડુબી જવાથી મોત નીપજતા નાનકડા મદ્રીસણા ગામ સહીત વિસ્તારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. વધુ તપાસ દેત્રોજ પોસ્ટેના એએસઆઇ ભરતસિંહ કરી રાા છે.