• Gujarati News
  • દેત્રોજના ભોંયણી કુકવાવ માર્ગ પર વિદેશી દારૂનો જથ્થો પકડાયો

દેત્રોજના ભોંયણી-કુકવાવ માર્ગ પર વિદેશી દારૂનો જથ્થો પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોંયણી-કુકવાવમાર્ગ પરના દામોદરીપુરા ત્રણ રસ્તા પાસેથી દેત્રોજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે વૈભવી કાર ઝડપી હતી.

દેત્રોજ પોલીસને મળતી બાતમીના આધારે જી.બી. પરમાર-પોલીસ સબ ઇન્સ્પેકટર, ભરતસિંહ, રાજુભાઇ, મૂળચંદભાઇ એએસઆઇ સહિતની ટીમ ભોંયણી-કુકવાવ માર્ગ પર વોચમાં હતી. ભોંયણી તરફથી આવતી વરના કારને ઉભી રાખવાનું કહેતા ચાલક કાર સાથે પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની પીછો કરતા શખ્સ રોડ પર વિદેશી દારૂ અને કાર મૂકીને નાસી છૂટ્યો હતો. કારની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની 679 બોટલ મળી હતી. રૂ.1,36,700નો વિદેશી દારૂ અને વરના કાર રૂ.3 લાખ સાથે કુલ રૂ.3,36,700 જીતેન્દ્રસિંહ ઉર્ફે ગીગો રામભા સોલંકી રહે.કુકાવાને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.