રામપુરાની સહકારી જીનમાં ટેકાના ભાવથી મગ-અડદની ખરીદી થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતસરકાર/ ભારત સરકારની ટેકાના ભાવથી ખરીદ યોજના હેઠળ મગ-અડદની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી દેત્રોજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રામપુરા અશોકનગર ગૃપ કો.ઓ. કોટન સેલ જી.પ્રે.સો.લી. રામપુરા (સહકારી જીન- રામપુરા) ખાતે ખેડૂતોના મગ અને અડદ ટેકાના ભાવથી લેવામાં આવશે.

ખરીદી નાફેડ/ ગુજકોટ દ્વારા સહકારી જીન- રામપુરા ખાતે કરવામાં આવશે. માટે વેચાણ કરનાર ખેડૂત ભાઇઓને સોસાયટી જીન- રામપુરા ઓફીસે ઓનલાઇન નોંધણી કરાવી જઇ. ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ ખેડૂતોએ આધારાકાર્ડ ઝેરોક્ષ, ખરીફ 2017માં મગ કે અડદનું હેકટર દીઠ વાવેતર દર્શાવેલ હોય તેવી પ્રમાણિત નકલ, ખેડૂત ખાતેદારનો ઓરીજીનલ કેન્સલ કરેલો ચેક, બેંક પાસની ઝેરોક્ષ, IFSC કોડ વિગેરે દર્શાવતી પાસબુકની ઝેરોક્ષ નકલ વિગેરે લઇને સહકારી જીન- રામપુરા ખાતે ઓનલાઇન નોંધણી પ્રથમ કરાવવી.

ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવી પડશે

અન્ય સમાચારો પણ છે...