માંડલ-દેત્રોજમાં ગામ બચાવો સમિતિ કર્મચારી એસોસિએશનની રચના કરશે

સ્થાનિકો યુવાનો માટે ઓનલાઇન ફોર્મ ભરાશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
માંડલ-દેત્રોજમાં ગામ બચાવો સમિતિ કર્મચારી એસોસિએશનની રચના કરશે

માંડલ અને દેત્રોજ સહીત પંથકમાં આવેલી ઓટો કંપનીઓ સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી માટે પ્રાધાન્ય આપતી ન હોઇ સ્થાનિક બેરોજગારોને ન્યાય મળે તેવા હેતુસરથી ગામ બચાવો સમિતીની રચના કરવામાં આવી છે.

વિરમગામ, માંડલ અને દેત્રોજ, બેચરાજી સહીત પંથકના યુવાનોને ગામ બચાવો સમિતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તા.8મી ઓગસ્ટથી બેરોજગાર યુવાનોને રોજગારી મળતી થાય તેવા મુદાને લઇ આંદોલનની શરૂઆત કરી છે.

બેઠક દરમિયાન તાલુકા અને તેની આસપાસ આવેલી કંપનીઓમંા નોકરી કરતા સ્થાનિક યુવાનોને ન્યાય મળે તેવા હેતુસરથી તા.10મી ઓગસ્ટથી કર્મચારી એસોસિએશનની રચના કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરી આપવાનું રહેશે. ગામ બચાવો સમિતીનો ગામ સભાનો ત્રીજો રાઉન્ડ તા.12/8/18 ને રવિવારના રોજ શરૂ થશે.

જાલીસણા, વિઝુવાડા, વરમોર, મીઠાપુર, શેર, રખીયાણા અને નવા ગામમાં સભા યોજાશે. કુલ 200 ગામોમાં ગામ સભાઓ યોજી બેરોજગાર યુવાનોને રોજગારી માટે લડતને મજબુત બનાવાશે.

X
માંડલ-દેત્રોજમાં ગામ બચાવો સમિતિ કર્મચારી એસોસિએશનની રચના કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App