યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરાશે: MLA

દેત્રોજમાં તા. કોંગ્રેસ સમિતીની બેઠક યોજાઇ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ચૂંટણીની જીત માટે ચર્ચા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરાશે: MLA

યુવક કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવશે. આગામી લોકસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ- કોંગ્રેસ સહીત રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

બુધવારના રોજ દેત્રોજ બહુચર માતાજીના મંદિરના પરિસરમાં દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતી કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં લાખાભાઈ ભરવાડ (ધારાસભ્ય, વિરમગામ) સહીત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાખાભાઈ ભરવાડે કોંગ્રેસના શકિત પ્રોજેકટ સમાવેશ વિવિધ મુદાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. બુથ દીઠ 20 સભ્યોની નોંધણી, વિવિધ સેલમાં હોદેદારોની નિમણુક કરવી, જન સંપર્ક અભિયાન, જિલ્લા પંચાયતની બેઠક દીઠ પ્રભારીની નિમણુક કરવી, ગામે ગામ અને ઘેર ઘેર જઇ કોંગ્રેસને વધુ મજબુત બનાવી આગામી તા.20મી ઓગસ્ટ સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ જયંતી નિમિત્તે વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજવા અંગેની ચર્ચા કરી હતી.

X
યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરાશે: MLA
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App