રામ મહેલ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિરમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની 36મી રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે. રામ મહેલ મંદિરના મહંત રામકુમારદાસની નિશ્રામાં નીકળતી રથયાત્રાની તૈયારીઓ સેવક સમુદાય દ્વારા કરવામાં આવી રહી છે. રથયાત્રા શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં નીકળે તે માટે જિલ્લા પોલીસ અધિકારી આર.વી. અસારી નાયબ પોલીસ અધિક્ષક બી.કે. નાયીના માર્ગદર્શન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 200 થી વધુ સુરક્ષા કર્મીઓ રથયાત્રા દરમિયાન ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...