• Gujarati News
  • દેત્રોજ તાલુકાના કટોસણ રોડ ડાંગરવા માર્ગ પર આવેલાં

દેત્રોજ તાલુકાના કટોસણ રોડ-ડાંગરવા માર્ગ પર આવેલાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કટોસણરોડ- ચુવાળ ડાંગરવા માર્ગ પર આવેલ એસઆર પેટ્રોલપંપ પર બે લુંટારુ ત્રાટકી પેટ્રોલપંપના માલિકને આંખમાં મરચાની ભુકી નાખી મારમારી સોનાની ચેન-રોકડ રકમ રૂ.એક લાખ ચાલી હજારની લુંટ કરી રાત્રીના અંધારામાં પલાયન થઇ ગયા હતા. લુંટના બનાવથી પંથકના વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી.
દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા કટોસણ રોડ- ચુવાળ ડાંગરવા માર્ગ પર આવેલ એસઆર કંપનીનો પેટ્રોલપંપ આવેલો છે. ચુવાળ ડાંગરવાના પટેલ યોગેશભાઇ મંગળભાઇ પેટ્રોલપંપના માલિક છે. તા.9/9/14ની રાત્રે યોગેશભાઇ પટેલ પંપનો મુખ્ય દરવાજો બંધ કરી સુઇ ગયા હતા. મોડી રાત્રે દરવાજો ખખડાવીને પોલીસ કહી દરવાજો ખોલાવીને બે બુકાનીધારી યુવાનો રૂમમાં પ્રવેશ્યા હતા. રૂમમાં પ્રવેશતાની સાથે સાથે લઇને આવેલા ધોકા-છરી વડે હુમલો કરી ઇજા કરી બાનમાં લીધા હતા. ત્યારબાદ યોગેશભાઇએ પહેરેલી સોનાની ચેન અને રોકડ રકમ રૂ.1,40,000 નો મુદામાલની લુંટ કરી બંને બુકાનીધારી લુંટારુ યોગેશભાઇની આંખમાં મરચાની ભુકી નાખી રાત્રીના અંધારામાં પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ દેત્રોજ પોલીસને કરવામાં આવતા દેત્રોજ પોસ્ટેના રાજુ કરમટીયા (પોસઇ) પોલીસ ટીમ સાથે દોડી આવ્યા હતા. ડોગસ્કોડ, એફએસએલ, એસ જી, એલસીબી સહીત ટીમ સાથે ના.પોલીસ અધિક્ષક બરંડા, સર્કલ પો.ઇ. પઠાણ સહીત અધિકારી દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે યોગેશભાઇએ પહેરેલી સોનાની બે વીંટી ટેબલની અંદર મુકેલ હતી તે બચી જવા પામી હતી. લુંટારુ વીંટીની માંગણી કરી હતી પરંતુ વીંટી નથી પહેરી તેવું યોગેશભાઇએ જણાવ્યુ હતુ. વાત પર લુંટારુ જાણ ભેદુ પણ હોઇ શકે છે. વધુ તપાસ રાજુ કરમટીયા (પોસઇ) કરી રહ્યા છે.
કટોસણ રોડ-ચુવાળ ડાંગરવા માર્ગ પર આવેલાં પેટ્રોલ પંપ ત્રાટકેલાં બે લૂંટારુઓ પેટ્રોલ પંપના માિલક પર હુમલો કર લૂંટ ચલાવી નાસી છુટતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે./ રાજુશર્મા
પેટ્રોલપંપના માલિક પર મરચાંની ભૂકી નાખી રૂ.1.40 લાખની લૂંટ