તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ પંથકના આશ્રમો ગુરુ ભકિતના રંગે રંગાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુપુર્ણિમાના દિવસે સમગ્ર પંથકના આશ્રમો ગુરુ ભકિતના રંગે રંગાયા હતા. દિવસે ચુંવાળ પંથકના આશ્રમોમાં ગુરુ પુજન, સંતવાણી સહીતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટીસંખ્યામાં ગુરુ ભકતો ઉમટયા હતા.

મહંત રામકુમાર દાસની શુભ નિશ્રામાં ગુરુ પુજન સહીતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત કમીજલા ભાણ સાહેબની જગ્યામાં મહંત જાનકીદાસ બાપુ, વનથળ સનાતન ધામ આનંદ આશ્રમમાં મહંત દીનબંધુ લાલજી મહારાજ, કડવાસણમાં ઝાલાસર ઝાડીની જગ્યામાં મહંત મહેશપુરી બાપુની નિશ્રામાં ગુરુ પુજન, મહાપ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. યોગેશભાઇ પટેલ (પૂર્વ અધ્યક્ષ તા.કા. દેત્રોજ તા.પંચાયત) પરીવાર સાથે ઉપસ્થિત રહી ગુરુ પુજન કર્યુ હતું. માંડલ સ્વામી આશ્રમ સહીત સ્થળો દેત્રોજમાં રબારી સમાજની ગુરુ ગાદીની જગ્યામાં મહંત લખીરામ બાપુ, ગીતાપુર દેવીપુર બાપુની જગ્યા, દેકાવાડા શિવ-શકિત ધામ આશ્રમમાં ગૌભકત કાલીદાસની બાપુ સહતીના આશ્રમમાં ગુરુ પુર્ણિમાની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...