થાનગઢમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | થાનગઢ લાયન્સ ક્લબ તથા રોટરી ક્લબ ઓફ થાનગઢ દ્વારા સેવાભાવી સ્વ.ઘનશ્યામભાઇ મેઢાની પુણ્યતિથી નિમિતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.21 જાન્યુઆરી રવિવારના રોજ સવારે 10થી 1 કલાક દરમિયાન વરીયા પ્રજાપતિની વાડી થાન ખાતે કેમ્પ યોજાશે. જેમાં હ્રદય, ફેફસા, લોહીનું ઉંચુ દબાણ, ડાયાબીટીસ, એલર્જી, પેટના રોગો, હાડકાને લગતા રોગો, ખોડખાપણ બાળકોના રોગ, સ્ત્રીઓને લગતારોગ, ચામડીને લગતા રોગ, દાંતના રોગ સહિત નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તદન નિશુલ્ક નિદાન સારવાર કરી અપાશે. કેમ્પના દાતાઓ રસિકલાલ ઠાકર, સુરેશભાઇ સોમપુરા, વરીયા પ્રજાપતિ સમાજ બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...