છનિયાર ગામે નૂતન પક્ષીઘરનું ઉદઘાટન સમારોહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રામપુરા (ભંકોડા) ચુંવાળ પંથકના છનિયાર ગ્રામજનો દ્વારા નવનિર્મિત પક્ષીઘરનું ઉદઘાટન સમારોહ સાથે આનંદનો ગરબો સહિતનાા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સમસ્ત છનિયાર ગ્રામજનો સહિત અનેક જીવદયા પ્રેમીઓના સાથસહકારથી નૂતન પક્ષીઘરનું નિર્માણ થયું છે. તા. 19 જાન્યુ.ના રોજ પ.પૂ. મહંત મહેશપુરી બાપુના વરદહસ્તે કરવામાં આવશે. સમારંભના મુખ્ય મહેમાન તરીકે એમ.એસ. ઝાલા (પો.સ.ઈ. દેત્રોજ પો. સ્ટે.), દિપસિંહ સોલંકી (પ્રમુખ તાલુકા પંચાયત દેત્રોજ) સહિત જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. રાત્રે 9 કલાકે ચુંવાળ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદનો ગરબો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...