• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • સુજપુરા શાળાના આચાર્ય દ્વારા અનુ.જાતિના બાળકો સાથે ભેદભાવ કર્યાનો આક્ષેપ

સુજપુરા શાળાના આચાર્ય દ્વારા અનુ.જાતિના બાળકો સાથે ભેદભાવ કર્યાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા સુજપુરા પ્રા.શાળાના આચાર્ય દ્વારા અનુ.જાતિના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રા.શાળાના આચાર્ય સામે શિક્ષાત્મક પગલા (કાર્યવાહી) કરવા બાળકીના પિતાએ દેત્રોજ મામલતદાર અને પો.સ.ઇ.ને આવેદનપત્ર આપ્યું હતું.

દેત્રોજ- રામપુરા તાલુકાના છેવાડે આવેલા સુજપુરા ગામની પ્રાથમિક શાળામાં નાડીયા મનિષાબેન છગનભાઇ ધો.8 માં 83.94 ટકા સાથે પ્રથમ નંબર આવી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન સારા માર્કસ સાથે ઉર્તીણ થઇ હોય તેનું સન્માન કરવાનું જણાવેલ પરંતુ અનુ.જાતિની દીકરી હોઇ અન્ય જાતિની દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. અનુ.જાતિના કારણે ભેદભાવ રાખવામંા આવ્યો છે. બાળકીના પિતા નાડીયા છગનભાઇએ આક્ષેપ કર્યો છે.

શાળાના આચાર્ય પ્રકાશભાઇ પંચાલ દ્વારા ભેદભાવ રાખવામંા આવે છે. આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામંા નહીં આવે તો દવાથી મરી જઇશ તેવું બાળકીએ તેના પિતાને જણાવતા બાળકીના પિતાએ દેત્રોજ મામલતદાર અને પો.સ.ઇ.ને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. શાળાના આચાર્ય સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુમાં શાળામાં અનુ.જાતિના બાળકોને મધ્યાહન ભોજન માટે અલગ બેસાડવા, જમવાની ડીસ અલગ રાખવી, પીવાનું પાણી માટે ગ્લાસ ન આપવા સહિતના ભેદભાવ રાખવામાં આવે છે તેવું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.

દલિત સમાજના અગ્રણીઓ કિરીટભાઇ રાઠોડ- કન્વી. અનુ.જાતિ અધિકાર આંદોલન સહીત કનુભાઇ સુમેસરા સહીતે ઉપસ્થિત રહી આ મુદે કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી સહીત લાગતા વળગતા વિભાગના અધિકારીઓ સમક્ષ માંગ કરી છે. જો બાળકીને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અનુ.જાતિના બાળકો સાથે ભેદભાવ રાખતી શાળાઓમાં જનતા રેડ પાડીને આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...