તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • Rampura રામપુરા(ભંકોડા) આજે કાન કુંવરના વધામણા, વિવિધ કાર્યક્રમો યોજાશે

રામપુરા(ભંકોડા) આજે કાન કુંવરના વધામણા, વિવિધ કાર્યક્રમો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષની જેમ આ વર્ષે પણ કાન કુંવરના વધામણા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આજે યોજાશે. ભગવાન દ્વારકાધીશમાં વિશેષ શ્રદ્ધા ધરાવતા કાંતાબેન કુંવરજી ઠાકોર (જિ.પં. સદસ્ય) પરિવાર દ્વારા ઠાકોરજીની પધરામણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

બપોરે 3 વાગે કેવળભાઇ મિસ્ત્રીના ઘરે અંબિકાનગર સોસાયટીથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળશે. ગાયક રોહીત ઠાકોર, હેતલ ઠાકોર સહીતના ગીતો રમઝટ બોલાવશે. શોભાયાત્રામાં દીનબંધુ દીલીપદાસ મહારાજ (વનથળ), અમૃતપુરી બાપુ (કડવાસણ), મુખી મહારાજ (પીપળી ધામ), શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ (કથાકાર) વિગેરે સંતો- મહંતો દર્શન- આશિર્વચનનો લાભ આપશે. રાજકીય અગ્રણીઓમાં દેવજીભાઇ ફતેપુરા (સંસદ સભ્ય, જીતેન્દ્રસિંહ ચૌહાણ (પ્રમુખ જિ.પં.), ડો. તેજશ્રીબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) સહીતનું સન્માન કરાશે. સાંજે ક્રિષ્ના ધામમાં ભોજનપ્રસાદ લેવામાં આવશે. રાત્રે 9 કલાકે સંતવાણી,આરતી સહીત કાર્યક્રમ કુંવરજી ઠાકોર (ભામાશા)ના નિવાસ સ્થાને યોજાશે.

અન્ય સમાચારો પણ છે...