તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Rampura
 • નર્મદાની પાઇપ નાખ્યા બાદ માર્ગ પર યોગ્ય પુરાણ નહી કરતા કાર પલટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાની પાઇપ નાખ્યા બાદ માર્ગ પર યોગ્ય પુરાણ નહી કરતા કાર પલટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રામપુરા-ઘટીસણા માર્ગ પર નર્મદા નિગમ દ્વારા પાણીની પાઇપ નાખ્યા બાદ તે જગ્યા પર બરોબર પુરાણ નહી કરતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી ખાઇ જતા કારને ભારે નુકસાન થયુ હતુ પરંતુ સદનસીબે કાર ચાલકનો અદભૂત બચાવ થયો હતો.

અગાઉ અંગે અકસ્માત રોકવા પાઇપલાઇન વાળી જગ્યા માટી નાંખી પુરાણ કરવાની અવારનવાર માંગ કરવામાં આવ્યા હતા., છતાં નર્મદા નિગમની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.

માંડલ તાલુકાના ફણપુર (વાસણા) ગામના ભીખાભાઇ કરસનભાઇ વાઘેલા (પુર્વ સરપંચ) હાલ ગાંધીનગર રહેતા હોઇ શનિવારે વહેલી સવારે ગાંધીનગરથી આઇ-10 કાર લઇ એકલા માદરે વતન કુણપુર જવા નીકળ્યા હતા. રામપુરા- ઘટીસણા માર્ગ પર નર્મદાના પાણીની પાઇપ નાખેલી જગ્યા પર પડી ગયેલો ખાડો ટાળવા જતા કારના સ્ટેગરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુ ચાર પલટી ખાઇ ગઇ હતી.

સદનસીબે કારના ચાલક ભીખાભાઇનો અદભૂત બચાવ થયો હતો. નર્મદા નિગમ દ્વારા માર્ગો પર નાખવામાં આવેલી પાઇપલાઇન વાલી જગ્યા પર બુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે.

માર્ગ પરના ગમખ્વાર ખાડાથી કાર પલટી ખાઇને રોડથી દૂર ફંેકાઇ ગઇ હતી, જોકે, કોઇ જાનહાનિ થઇ હતી . રાજુશર્મા

રામપુરા- ઘટીસણા માર્ગ પર થયેલો ગમખ્વાર અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો