તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરની આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરજિલ્લામાં સન 2012-13 માં 209 આંગણવાડી મંજૂર કરાઈ હતી. તે પૈકી 114 આંગણવાડીઓ બનાવવામાં આવી છે તેમાં ચોમાસામાં પાણી ટપકયા કરે છે જેને લઈ બાળકો આંગણવાડીમાં બેસી શકતા નથી. સમગ્ર જિલ્લામાં 1182 આંગણવાડીઓ આવેલ છે. જેમાં 92804 બાળકો અભ્યાસ કરે છે. તાજેતરમાં 162 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે અને 90 આંગણવાડીમાં પાણીની સુવિધા નથી. અન્ય જગ્યાએથી પાણી લાવીને આપવું પડે છે. સમગ્ર જિલ્લામાં નવી 124 આંગણવાડી ચાલુ વર્ષે મંજૂર કરવામાં આવી છે.

અગાઉના સમયમાં 209 આંગણવાડીઓ મંજૂર થઈ તે પૈકી 114 થઈ ગઈ છે. 30 જમીન પ્રશ્નને લઈ ઘોંસમાં પડી હતી. 19 તાલુકા પંચાયત બાંધકામ માટે આપી દેવાય અને 37 પ્રગતિમાં હોવાનું ડેપ્યુટી એન્જિનિયર રાણાએ ફોન પર જણાવ્યું હતું.

જે આંગણવાડી અગાઉના સમયમાં તૈયાર થઈ તેમાં ચોમાસાની અંદર દરેક જગ્યાએ ચારેબાજુ પાણી પડે છે તેવુ તકલાદી કામ થયું છે આના લીધે બાળકોને અન્ય જગ્યાએ બેસાડવા પડે અથવા તેના નાસ્તા આપી ઘરે મોકલી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

અંગે ઈન્ચાર્જ જિલ્લા આંગણવાડી અધિકારી વર્ષાબેન રાવળનો ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઘણી આંગણવાડીમાં પાણી પડે છે. આંગણવાડી પાસે ફરિયાદો આવી છે અને જયાં પાણી પડતું હોય તેઓ પાસે રીપોર્ટ અમોએ મંગાવ્યો છે. જયાં પણ પાણી પડતા હશે તેનું રીપેરીંગ કામ કરી આપવાડેપ્યુટી એન્જીનિયરે કહયું છે.

સૌથી વધારે આંગણવાડીઓ જે અંતરીયાળ ગામડામાં બની છે. રંગપુર રાઠ વિસ્તારમાં કોલ ગુનાટા રામપુરા તથા અન્ય ગામોની અંદર તદ્દન હલકી કક્ષાનું કામ થયું છે. અંગેના રિપોર્ટ આંગણવાડી કચેરીમાં પણ આવી પડયા છે. સરકારના નિયમ મુજબ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો નક્કી કરેલ શિડયુલ મુજબ દરેક દિવસે જુદો જુદો નાસ્તો અને બપોરનું ભોજન મળવુ જોઈએ તે મળતું નથી. બધુ રામભરોસે ચાલે છે.

વિવિધતા વાળો નાસ્તો અને બપોરના ભોજનનો અભાવ

મકાનની કામગીરી હલકી કક્ષાની હોવાથી પાણી પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો