તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંડીચામાં બસ હોવા છંતા કાગળ પર બસનો રૂટ ચાલું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડાતાલુકાના ગુંડીચા ગામને જોડતા એસ.ટી.બસના વિવિધ રૂટો હાલમાં ક્યા ક્યા હાલમાં ચાલુ છે તે બાબતે સ્થાનિક આગેવાન દ્વારા ડભોઇ અને બોડેલી ડેપો મેનેજરને પત્ર લખીને જાણકારી માંગવામાં આવતા તેમાં ડભોઇ ડેપો મેમેજર દ્વારા બંધ રૂટો હોવા છંતા ચાલુ બતાડાયા છે. બંધ રૂટ ચાલુ કરવા માટે પણ રજુઆત કરાઇ છે.

અંગે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા તાલુકાના ગુંડીચા ગામના અતુલભાઇ પટેલ દ્વારા બોડેલી અને ડભોઇ ડેપો મેનેજરને પત્ર લખીને ગુંડીચા ખાતે ડેપોમાંથી હાલમાં ક્યા રૂટો ચાલુ છે અગાઉ ક્યા રૂટ ચાલુ હતા જે હમણાં બંધ છે. અને હમણાં ક્યા રૂટ કેટલા વાગ્યે ચાલુ છે. તેના અનુસંધાને ડભોઇ ડેપો મેનેજર દ્વારા અપાયેલા જવાબ મુજબ ડભોઇ-ગુંડીચા-વડોદરા સમય 13-30/14-30, ડભોઇ-સંખેડા-ડભોઇ 12-25/13-40 વાયા કરણેટ-રામપુરાના રૂટો ચાલુ છે. ડેપો મેનેજરના જવાબ મુજબ રૂટ ચાલુ બતાડાયો છે.

અરજદાર અતુલભાઇ પટેલના જણાવ્યામુજબ સ્થળ ઉપર બસ આવતી નથી. વધુમાં જે બસ બપોરે આવે છે તે બસ સવારના સમયે આવે તો ગામના લોકોને વડોદરા કે સંખેડા જવું આવવું હોયતો વધુ અનુકુળતા રહે એમ છે. તેમજ બંધ કરાયેલા રૂટોમાં ભાદરણ-ગુંદીચા, ડભોઇ-ભિલોડીયા વાયા ગુંડીચા, કિર્તીસ્તંભ-ભિલોડીયા અને ડભોઇ-રામપુરા રૂટ છે. તંત્ર દ્વારા બંધ કરાયેલા રૂટો ચાલુ કરવા માટે રજુઆત કરાઇ છે.

ડેપો મેનેજરને પૂછતા બસના રૂટ ચાલુ બતાવ્યાં

બંધ રૂટ ચાલુ કરવા માટે પણ રજુઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો