તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામપુરા(ભંકોડા)માં ઠાકોરજીની શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામપુરા(ભંકોડા)માંઠાકોરજીની પધરામણી નિમિત્તે કાન કુંવરના વધામણા ને લઇને ગુરુવારના રોજ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

બીજી બાજુ આજે કૃષ્ણ ધામમાં રાજયભરમાંથી સંતો- મહંતો પધરામણીથી વસુંધરા વધુ પાવન થશે. સંતો- મહંતો આશીર્વચન આપશે. ઠાકોર કાંતાબેન કુંવરજી -જિ.પં. સદસ્ય પરીવારને ત્યાં ઠાકોરજીની પધરામણી નિમિત્તે બે દિવસીય કાન કુંવરના વધામણા લઇને ગુરુવારે ગંભીરજી ઠાકોર -માસતરને ત્યાંથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં મહેશપુરી -કડવાસણ ઝાડની જગ્યા સહીત સંતો- મહંતો અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આજે સંત સંમેલનમાં સંતો- મહંતો સાથે રાજકીય અગ્રણી ડો. તેજશ્રીબેન પટેલ -ધારાસભ્ય સહતી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...