તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • રામપુરા (ભંકોડા) | રામપુરા(ભંકોડા)માં આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન

રામપુરા (ભંકોડા) | રામપુરા(ભંકોડા)માં આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | રામપુરા(ભંકોડા)માં આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પોતાના માદરે વતન રામપુરા (ભંકોડા)માં કાર્યકરો સાથે ઉપસ્થિત રહેશે. કાંતાબહેન કુંવરજી બબાજી ઠાકોર પરિવાર દ્વારા આયોજિત કાનકુંવરના વધામણા કાર્યક્રમ દરમિયાન સંત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ઠાકોરજીની પધરામણી નિમિત્તે શોભાયાત્રા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમના આયોજક કુંવરજી ઠાકોરના જણાવ્યાં મુજબ અલ્પેશ ઠાકોર સાથે 2000થી વધુ કાર્યક્રરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે.

આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...