ચુંવાળ પંથકમાં વીજળીના કડાકા સાથે મેઘ મહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળપંથકમાં શુક્રવારના રોજ રાત્રે ભારે પવન, વીજળીના કડાકા સાથે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યુ હતું. ઉકળાટથી તોબા પોકારી ગયેલા ગ્રામજનોને વરસાદથી રાહત મળી હતી. જો કે પંથકના દેકાવાડા ગામે વીજળી પડતા બે બળદોના મોત નીપજયા હતા.

પંથકના દેવપુરા ગામે મકાનમાં વીજળી પડતા મકાનને નુકસાન થવા પામ્યુ હતુ. પંથકના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી, તો કેટલાક વિસ્તારોમાં વીજળી ચાલુ રહેતા લોકોને રાહત થઇ હતી.

ચુંવાળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણમાં ભારે બફારો અને ઉકળાટ ભરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યાં શુક્રવારની મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થતા લોકો અાનંદિત બની ગયા હતા.

પંથકના દેકાવાડામાં વીજળી પડતા બે બળદોના મોત નિપજ્યા હતા

અન્ય સમાચારો પણ છે...