તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • સીતાપુરમાં વીજળી પડતા મોતને ભેટનાર બાળકના પરિવારને 4 લાખની સહાય

સીતાપુરમાં વીજળી પડતા મોતને ભેટનાર બાળકના પરિવારને 4 લાખની સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલનાસીતાપુરમાં વીજળી પડતા બાળકનું મોત નીપજયું હતું. કુદરતી આફત સહાય અંતર્ગત બાળકના પરીવારને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે માંડલના સીતાપુર ગામે ગત તા.3/6/17 ના રોજ સાંજના વીજળી પડતા બાળકનું મોત નીપજયું હતું. પીયુષ જયંતીભાઇ રાવળ (ઉ.11) ધોરણ.6 માં અભ્યાસ કરતો હતો. રાજય સરકારની કુદરતી આફત સહાય યોજના અંતર્ગત બાળકના વારસદાર (પિતા) જયંતીભાઇ વેલાભાઇ રાવળને રૂ.4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. હાલ તાલુકા પંચાયતના સ્વ ભંડોળ માંથી ચેક આપવા આવ્યો હતો.

ઉપરાંત દીપીકાબેન વાઘેલા (પ્રમુખ તાલુકા પંચાયત માંડલ), એમ.વી. તેજોત (તાલુકા વિકાસ અધિકારી) ઉપેન્દ્રસિંહ વાઘેલા (નાયબ મામલતદાર) લાભુબેન ઠાકોર (સરપંચ) ગીરીશભાઇ પટેલ (તલાટી કમમંત્રી) સહીત મહાનુભાવો તથા વડીલો અને તેમના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...