દેત્રોજ તાલુકામાં ચાર મંદિરોની દાનપેટીની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજતાલુકામાં તસ્કરો બેફામ તરખાટ મચાવી રહ્યા છે. પંથકના ચાર મંદિરોમાં દાનપેટીની ચોરીના બનાવથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જો કે બનાવમાં દાનપેટીની ચોરી થઇ છે તેથી કેટલી રકમ ચોરાઇ તેનો ખ્યાલ આવ્યો નથી

દેત્રોજ તાલુકાના ઇન્દ્રપુરા- મારૂસણા ગામો વચ્ચેના માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી દાનપેટી, કુકાવાવ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાંથી દાનપેટી તોડી. હઠીપુરા ગામે બહુચર માતાજીના મંદિરમાંથી દાનપેટી અને માતાજીની તલવાર ચોરી. ગેંબી ટીંબા પર આવેલા બહુચર માતાજીના મંદિરની દાનપેટી ચોરાઇ.

બનાવની જાણવાજોગ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં કરાઇ છે.પોલીસે તપાસ હાથ ધરી છે. મંદિરોમાંથી દાનપેટીઓની ચોરીઓ થવાના બનાવથી પ્રજાની લાગણી દુભાઇ છે.

દાનપેટી ચોરવાથી રકમનો અંદાજ આવ્યો નથી

તાલુકામાં તસ્કોરોએ તરખાટ મચાવ્યો

અન્ય સમાચારો પણ છે...