• Gujarati News
  • દેત્રોજ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે રેલી યોજાઇ

દેત્રોજ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે રેલી યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજપોલીસ દ્વારા દેત્રોજ શાળામાં ટ્રાફિકના નિયમોનું પાલન વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો કરે તે માટે ટ્રાફિક જાગૃત અભિયાન અંતર્ગત રેલી યોજાઇ ગઇ હતી. સોમવારના રોજ દેત્રોજ તાલુકા મથકમાં દેત્રોજ પોલીસ દ્વારા શાળામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓની રેલી યોજાઇ હતી. શાળના પટાંગણમાં વિદ્યાર્થીઓ સાથેની રેલી નીકળી હતી. મુખ્ય માર્ગો પરથી પોલીસ સ્ટેશન પહોંચી હતી. નિયમોની જાણકારી સાથેના બેનરો, પોસ્ટોર સાથેની રેલીમાં વિદ્યાર્થીઓ દેત્રોજ પોલીસ સ્ટેશનના બી.જી. પરમાર-પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં. સેઇફ સ્પીડમાં વાહન ચલાવવું ઓવર સ્પીડમાં વાહન ચલાવવું નહીં. વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં સહિત ટ્રાફિકના નિયમો વિશે જાણકાી આપવામાં અાવી હતી.