• Gujarati News
  • અનામત અંગે આજે માંડલમાં પાટીદારોની રેલી

અનામત અંગે આજે માંડલમાં પાટીદારોની રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટીદારઅનામત સમિતિ દ્વારા આજે માંડલમાં અનામતની માગણી માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જોકે, રેલી કાઢવા માટેની મંજુરી દશરથભાઇ પટેલ દ્વારા માંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા રેલી માટે મંજુરી અપાઇ નથી. માંડલ-રામપુરા માર્ગ પરથી આજે તા.29/7/15 ના રોજ 11 કલાકે રેલી શરૂ થશે. પાટીદારની રેલીના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. બંદોબસ્ત માટે માંડલ સિવાયની વધુ પોલીસ પણ બોલાવવામાં આવશે. એમ માંડલ પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે.