તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશોકનગર રબારી સમાજના યુવાનોનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળપંથકના યુવાનો સરકારના વિવિધ વિભાગમાં નોકરી મળી છે ત્યારે અશોકનગર ગામ ખાતે રબારી સમાજ દ્વારા આવા યુવાનોને સન્માનવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ રોજગાર મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારની વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ માટેની જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે ચુંવાળ પંથકના અશોકનગર ગામના રબારી સમાજના યુવાનો સરકારના વિવિધ વિભાગો પોલીસ, તલાટી, ક્લાર્ક સહિતની જગ્યામાં નોકરી પ્રાપ્ત કરી છે તેવા યુવાનોનું રબારી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ.પૂ.મહામંડલેશ્વર 1008માં કનકેશ્વરીદેવીએ આશીર્વાદ આપ્યા હતા. રબારી સમાજમાં સંતો પ.પૂ. લખીરામ બાપુ, રાજા ભુવા (કાસ્વા) તેજશ્રીબેન પટેલ (ધારાસભ્ય) સમાજના અગ્રણીઓ દેસાઈ હરજીભાઈ, વાલજીભાઈ (ભુવાજી) કરમસીભાઈ દેસાઈ પંચાયત સભ્ય સહિત પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...