તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસમના પહેલા વરસાદમાં ચુંવાળ ભીજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળપંથકવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા. ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પંથકવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં શુક્રવારના રોજ સાંજના સમયે મોસમના પ્રથમ વરસાદ આગમન થયું હતું. ત્યારબાદ મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે થોડા સમય માટે વીજપ્રવાહ બંધ થયો હતો. પરંતુ ત્યારબાદ સતત વીજપ્રવાહ ચાલુ રહેતા લોકોએ ચાલુ વરસાદમાં મીઠી ઊંઘ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...