તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળતેશ્વર, અંગાડી, ઘુટેલીમાં વીજળી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વર, અંગાડી, ઘુટેલીમાં વીજળી પડી

ગળતેશ્વરતાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં તાલુકાના સનાદરા ગામે રહેતા શાહીદમહંમદ મલેકના બળદ ઉપર કુદરતી વીજળી પડવાથી મૃત્યુ પામી હતી અને અંગાડી તાબે ચપટિયા ભરવાડવાસમાં રહેતા કરણભાઈ ભરવાડની ગાય ઉપર સવારે 5 વાગે વીજળી પડતાં ગાય મરણ પામી હતી. આમ, િજલ્લામાં વીજળી પડવાથી બે પશુઓના મૃત્યુ નીપજ્યા હતા. કમોસમી વરસાદથી ખેતીપાકને નુકશાન પહોંચ્યુ છે. પેટલાદ તાલુકાના ઘુટેલી ગામની સીમમાં સવારે પાંચેક વાગ્યાના અરસામાં એક ઝાડ તથા કેબલ લાઇન પર વીજળી પડી હતી જેના કારણે ઝાડ બળી ગયું હતું. જ્યારે બેથી ત્રણ ઘરોમાં ટીવી સહિતના ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...