તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જીવનમાં મહાન લોકોનું જીવન પ્રેરણાંદાયક હોય છે

જીવનમાં મહાન લોકોનું જીવન પ્રેરણાંદાયક હોય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંતિએનું નામ છે જે સમાજમાં ચાલતી આળસ, બદી તેને દૂર કરવા કોઇ આવે અને તે કાર્ય કરે ત્યારે ક્રાંતિ સર્જાય છે. કોઇપણ સમાજ કોઇ દિશા ધ્યેય નક્કી કરે ત્યારે તેની શરૂઆત નાની હોય છે. દુનિયામાં જેટલી ક્રાંતિ આવી તેની પણ શરૂઆત નાની હતી.

નાર એક ઐતિહાસિક ગામના ત્રીજા નાર ડે ગોકુલ નારના શુકદેવપ્રસાદ સ્વામીએ ઉપરોકત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વિશેષ તરીકે ભેગાં થઇ કોઇ કાર્ય કરવું તે તેની સફળતાની નિશાની છે. દુનિયામાં જેટલાં લોકો મહાન બન્યાં છે તે લોકોનું જીવન પ્રેરણાંદાયક રહ્યું છે. લોકોએ સહન કર્યુ છે તે સમાજના પ્રહરી બને છે.

સમારંભના પ્રમુખ સ્થાને નાર એક ઐતિહાસિક ગામ પુસ્તકના લેખક જગદીશ નારકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની પુસ્તકનું વિમોચન સ્વામી શુકદેવપ્રસાદ, કિરીટ શ્રીહરીના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું.

ત્રીજા નાર ડેને સફળ બનાવવા નાર ડે સમિતિના કિરીટ શ્રીહરી, રાજેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બાર કેળવણી મંડળ, નાર વિકાસ મંડળ, નાર સેવા સમાજ, નાર પંચાયત સભ્યોએ જહેમત ઊઠાવી હતી. પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નિલેશભાઇ ઠાકરે, સરપંચ જયશ્રીબહેન પટેલ, ઉપસરપંચ વનીતાબેન પટેલ, પૂર્વ સરપંચ દક્ષેશભાઇ પટેલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.