• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • છાજલી પર મુકેલો ખડિયો પડતાં લાગેલી આગમાં િપતા, પુત્રી અને પુત્ર દાઝી ગયાં

છાજલી પર મુકેલો ખડિયો પડતાં લાગેલી આગમાં િપતા, પુત્રી અને પુત્ર દાઝી ગયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદશ્રેયસ સિનેમા પાસે આવેલાં સુભાષપુરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે લાકડાંની છાજલી પર મુકેલો ખડિયો પટકાતાં આગ ભભૂકી ઊઠી હતી. રૂમમાં સુઈ રહેલાં પુત્રીએ પહેરેલાં કપડાંને આગ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. પુત્રીએ બૂમાબૂમ કરતાં જાગી ઊઠેલાં પિતાએ પુત્રીને બાથમાં લઈ બહાર પાણીનાં હોજમાં પડ્યાં હતાં, જ્યારે િપતાની બાજુમાં સુઈ રહેલો ચાર વર્ષનો પુત્ર પણ બંને હાથે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝેલાં િપતા-પુત્ર તથા પુત્રીને સારવાર અર્થે કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે નડિયાદ શહેર પશ્ચિમ પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, પેટલાદ ખંભાતી ભાગોળ રોહિતવાસમાં રહેતાં બાબુભાઈ જગદીશભાઈ બારોટ નડિયાદ શ્રેયસ સિનેમા પાસે આવેલાં સુભાષપુરામાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે. બાબુભાઈ રેલવેમાં ખારીસીંગ વેચવાનો છુટક ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરે છે. સોમવારે રાત્રે બાબુભાઈ પોતાનાં પરિવાર સાથે રૂમમાં પ્લાસ્ટિકનું મીણીયું પાથરી દીકરી ખુશી (ઉં.વ.6) તથા દીકરો િચરાગ (ઉં.વ.4) સાથે સુઈ ગયાં હતાં, જ્યારે બાબુભાઈના પત્ની થોડે દૂર સુતાં હતાં. રાત્રિનાં સમયે વરસાદ વરસતો હોવાથી અંધારાંના કારણે તેઓએ રૂમમાં લાકડાની છાજલી ઉપર કેરોસીનનો ખડિયો મુક્યો હતો. સવારે 5 ખડિયો છાજલી પરથી નીચે પટકાતાં કેરોસીન ઢોળાયું હતું. ખડિયાની આગે ધીમે ધીમે પાથરણાં ઉપર તથા ખુશીએ પહેરેલાં કપડાંને લાગતાં તે પેટના ભાગે તથા બંને હાથે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલી ખુશીએ બૂમાબૂમ કરતાં બાબુભાઈ દીકરીને બાથમાં લઈ ઘરની બહાર નીકળી ગયાં હતાં અને ઘર સામે આવેલાં પાણી ભરેલાં હોજમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ બાબુભાઈનાં પત્નીને થતાં તેઓએ પણ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો જાગી ગયાં હતાં. વખતે રૂમમાં સુતેલો િચરાગ (ઉં.વ.4) બંને હાથે દાઝી ગયો હતો. દઝાયેલાઓને કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

દાઝેલાં ત્રણેયને કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયાં

અન્ય સમાચારો પણ છે...