તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં દરગાહમાં ચોરી કરતો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદમાંપાલિકા નજીક આવેલી સરમુબારક જોરાવરશા દરગાહમાં દસ દિવસ અગાઉ ચોરી કરવા માટે ગયેલા શખ્સને બોરસદ શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો હતો.

સરમુબારક જોરાવરશા દરગાહમાં મૂકેલી દાનપેટીની ગત 18 સપ્ટેમ્બરના રોજ ચોરી થઈ હતી. જે અંગે રૂા. 2 હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. દરગાહમાં મૂકેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં શખ્સની ઓળખ છતી થઈ હતી. દરગાહમાં ચોરી કરનારો શખ્સ પેટલાદ તાલુકાના આરીફશા કરીમશા દિવાન હોવાનું ખૂલતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...