પેટલાદના પાળજ ગામે બે જર્જરિત મકાન ધરાશાઇ થતાં નાસભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકામાં સતત 4 દિવ્સથી વરસી રહેલા ઓછા-વત્તા પ્રમાણ વરસાદને કારણે સામાન્ય જનજીવન પર માઠી અસરો જોવા મળી હતી. સાથે સાથે ત્રણ ગામોમાં 5 જુન જર્જરિત મકાનો ધરાશાઇ થવા પામ્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી.

પેટલાદ તાલુકાના પાળજ ગામે રહેતા અજયભાઇ પટેલ તથા જગદીશભાઇ વાળંદના બંને મકાનોમાં કોમન દિવાલમાં ડટન બેસી જતા દિવાલ ધરાશાઇ થઇ હતી. જેથી જર્જરિત મકાનને પણ નુકશાન થવા પામ્યું હતું. જેની જાણ ગામના સરપંચ સુરેશભાઇ પરમારને થતાં તેઓને મામલતદાર કચેરી જાણ કરી હતી. જેના પગલે પેટલાદ ઇ.મામલતદાર જે. ડી. પટેલ પાળજ ગામની રૂબરૂ મુલાકાત લઇને બંને મકાનોમાં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડ્યા હતા. તથા પેટલાદ તાલુકાના સંજાયા ગામે ટેમલીપુરામાં રહેતા ભરતભાઈ નારાયણનું પણ મકાન અત્યંત જર્જરિત હોવાથી દિવાલ પડતા ધરાશાઇ થવા પામ્યું હતું. ઉપરાંત ચાંગા ગામે નરસિંહભાઈ જીવાભાઈ પારેખ તથા મનીષભાઇ વલ્લભભાઈ પારેખના મકાનોની દિવાલ ધરાશાઇ થવા પામી હતી. સદનસીબે ત્રણે ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી હતી.

પેટલાદમાં બે જર્જરતિ મકાન એકાએક પડતાં રહીશોમાં નાસભાગ મચી.

વરસાદના પગલે ઘટના બની, કોઇ જાનહાનિ થઇ

અન્ય સમાચારો પણ છે...