તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • પેટલાદ તાલુકાના પંડોડી ગામે ગામના મુખ્ય તળાવ પાસે આવેલાં માર્ગો

પેટલાદ તાલુકાના પંડોડી ગામે ગામના મુખ્ય તળાવ પાસે આવેલાં માર્ગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાના પંડોડી ગામે ગામના મુખ્ય તળાવ પાસે આવેલાં માર્ગો પરથી ગ્રામજનોની સાથે ધર્મજ, માણેજ, ભુરાકુઈ ગોહેલપુરાના લોકોની પણ મોટા પાયે અવર હોય છે. પરંતુ છેલ્લા દોઢવર્ષ થી ઉપરાંત ગામના સરપંચે તળાવ ફરતે રેલિંગ કરાવવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાયા બાદ પણ તંત્ર દ્વારા કોઈજ કામગીરી હાથ ધરાઈ નથી. જેના પગલે વરસાદ થતાં રોડની સાથે વર્ષો જૂની તળાવની સુરક્ષા દીવાલ પણ ધોવાઈને તૂટી જાવા પામી છે. રસ્તો ધોવાઈ જવાથી ગ્રામજનોને અવાર જવરમાં પણ મુશ્કેલી ઉભી થવા પામી છે. ગ્રામપંચાયત સરપંચ જગદીશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ તળાવને ફરતા રેલીગ કરવા દોઢ વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએછતાં કોઈજ કાર્યવાહી કરાઇ નથી.

પેટલાદના પંડોલી ગામે રસ્તાનું ધોવાણ થતા રોષ

અન્ય સમાચારો પણ છે...