તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Petlad
 • ચાંગાની યુનિ.ના ત્રણ વિદ્યાર્થીને કારે હડફેટમાં લીધા, એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંગાની યુનિ.ના ત્રણ વિદ્યાર્થીને કારે હડફેટમાં લીધા, એકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વસોતાલુકાના વલેટવા મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક એક ગાડીના ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાની ગાડી પુરઝડપે હંકારી ચરોતર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની બાઈકને ટક્કર મારતાં બાઈક ખાડામાં ખાબકી હતી. જેથી બાઈક પર બેઠેલા એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું.

પેટલાદ તાલુકાના ચાંગા ખાતે આવેલી ચરોતર યુનિવર્સિટીમાં યશ ગૌતમી, અક્ષીલ ગાંધી તથા યશ પટેલ અભ્યાસ કરે છે. તેઓ ચાંગા ખાતે આવેલા નીર્સ હોસ્ટેલમાં રહેતા હતા. યશ ગૌતમી કોમ્પ્યુટર એન્જીનિયર, અક્ષીલ ગાંધી સિવિલ એન્જીનિયરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યશ ગૌતમી તથા અક્ષીલ ગાંધી ભાવનગરના રહેવાસી હોય તેઓ હોસ્ટેલમાં રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. શનિવારે સાંજે તેઓ બાઈક ઉપર ત્રણ સવારીમાં વલેટવા ચોકડીએ જમવા માટે જતા હતા. રાત્રીના 8.15 કલાકે વલેટવા મનકામેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતા હતા ત્યારે એક ગાડીના ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાની ગાડી બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી બાઈક પર જતાં ત્રણ યુવકોને પાછળથી ટક્કર મારતાં તેઓ રોડની સાઈડે આવેલા કાંસમાં પડ્યા હતા. જેમાં અક્ષીલ ગાંધી (ઉં.વ.20, રહે.ભાવનગર)ને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે યશ ગૌતમી અને યશ પટેલને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ ગ્રામજનોને થતાં તેઓએ ગાડીના ચાલકને પકડી વસો પોલીસને હવાલે કર્યો હતો. બનાવ સંદર્ભે યશ ગૌતમીએ વસો પોલીસ મથકે ગાડીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. વ્યાસે સંભાળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો